મોરબીમાં બેન્કે ભૂલથી આપેલી વધારાની રૂ.1 લાખની રકમ પરત કરતા વેપારી

- text


મોરબી : મોરબીના ડો. કલ્પેશ ચૌહાણના યુવાન એન્જિનિયર પુત્ર અને વેપારી અગ્રણી પાર્થભાઈ ચૌહાણ HDFC બેંકની શક્તિ પ્લોટ, મેઈન રોડ બ્રાન્ચમાં પોતાના બેંક એકાઉન્ટમાંથી નાણાં ઉપાડવા ગયા હતા. ત્યારે કેશિયરે ભૂલમાં તેમને રૂ. એક લાખના બદલે બે લાખ આપી દીધા હતા. ઉતાવળમાં રહેલા પાર્થભાઈ નાણાં ગણવાને બદલે કેશિયરે આપતા તેઓ જોયા વગર સીધા જ નીકળી ગયા હતા. ઘરે પહોંચતા તેમને ખ્યાલ આવ્યો કે આ તો રૂ. એક લાખના બદલે બે લાખ આવી ગયા છે, આથી તેમણે તુરંત જ બેંકના જવાબદાર અધિકારીને જાણ કરી હતી. જો કે ત્યાં સુધી નાણાં આપનાર કેશિયર, બેંકના અન્ય કોઈ કર્મચારી કે અધિકારીને આ ગંભીર ક્ષતિનો ખ્યાલ જ ન હતો. ત્યારે સામેથી રૂપિયા એક લાખ જેવી મોટી રકમ આપવા આવેલા પાર્થભાઈ ચૌહાણનો અધિકારીએ રૂબરૂ તેમજ પત્ર લખી આભાર માન્યો હતો.

- text