આધ્યત્મિકતાની સાથે વિજ્ઞાનનો સમન્વય : ખોખરા હનુમાનધામમાં અંતરિક્ષ પ્રદર્શન યોજાયું

- text


રાજ્યકક્ષાની 32મી શાસ્ત્રીય સ્પર્ધામાં વિજેતા થનાર સ્પર્ધકો રાષ્ટ્રીય કક્ષાની અખિલ ભારતીય શાસ્ત્રીય સ્પર્ધામાં ભાગ લેશે

મોરબી : મોરબીના બેલા ગામ નજીક આવેલા ખોખરા હનુમાન હરિહરધામ ખાતે 1008 મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીની નિશ્રામાં 28થી 30 ડિસેમ્બર એમ ત્રિદિવસીય વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યકક્ષાની શાસ્ત્રીય સ્પર્ધા અને આધ્યાત્મિકતાની સાથે વિજ્ઞાનના સમન્વય રૂપે અંતરિક્ષ પ્રદર્શન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ઋષિકુમારોએ ભાગ લઈને પોતાની શ્રેષ્ઠ કલાનું પ્રદર્શન કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

ખોખરા હનુમાનજીધામ ખાતે મહાન વૈજ્ઞાનિક ડો.વિક્રમ સારાભાઈ અંતરિક્ષ પ્રદર્શનમાં ઇસરોની ટીમના ટોચના વૈજ્ઞાનિકો દ્વારા ચંદ્રયાન, આદિત્ય એલ વન, મંગલ યાનના લૉન્ચર અને મોડ્યુલની પ્રતિકૃતિ દર્શાવી તેમજ બીજી મહત્વની સેટેલાઇટ અને ઇસરોની અંતરિક્ષમાં કામગીરી અને ભારતીય જિપીએસ સેન્ટર નાવિક કેવી કાર્ય કરે છે તે અંગે પ્રતિકૃતિ સાથે સમગ્ર માહિતનું પ્રદાન આવ્યું હતું. આ તકે વૈજ્ઞાનિકોની જેમ વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ અંતરિક્ષના વિવિધ પ્રોજેકટની મુલાકાતીઓને વિસ્તૃત સમજણ આપી હતી.

જ્યારે રાજ્યકક્ષાની 32મી શાસ્ત્રીય સ્પર્ધામાં પણ કંઠીય, પઠન, પ્રશ્નોતરી, વકૃતવ જેવી અલગ અલગ 36 સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં સમગ્ર ગુજરાતમાંથી 600 જેટલા ઋષિકુમારોએ ગીતાજીના શ્ર્લોક તેમજ શાસ્ત્રોક્ત શ્લોકનું પઠન અને ગાયન કરીને શ્રેષ્ઠ કલાનું પ્રદર્શન કર્યું હતું. રાજ્યકક્ષાની 32મી શાસ્ત્રીય સ્પર્ધામાં વિજેતા થનાર સ્પર્ધકો રાષ્ટ્રીય કક્ષાની અખિલ ભારતીય શાસ્ત્રીય સ્પર્ધામાં ભાગ લેશે. આ સ્પર્ધામાં ઋષિકુમારો ઉપરાંત ગુજરાતના સંતો તેમજ 100 જેટલા માર્ગદર્શકો અને નિર્ણાયકો ઉપસ્થિત રહીને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.

- text

જ્યારે ખોખરાધામ ખાતે અનાથ બાળકોને આશ્રય આપી સારું શિક્ષણ આપવા શિશુઘર અને સમાજથી તરછોડાયેલા વૃદ્ધોને આશ્રય આપી તેમની બાકીની જિંદગીમાં ઉમંગનો રંગ ભરી દેવા વૃદ્ધાશ્રમનું સર્જન કરવામાં આવ્યું છે. આથી આવતીકાલે ખોખરાધામ ખાતે શિશુગુહ અને વૃદ્ધાશ્રમનો ઉદઘાટન સમારોહ યોજાશે. જેમાં મહાનુભાવો સહિતના લોકો ઉપસ્થિત રહેશે.

- text