સામાકાંઠે મકાનોના દબાણો દૂર કરવા નોટિસ, સ્થાનિકોએ વૈકલ્પિક વ્યવસ્થાની માગણી કરી

- text


ફાયર સ્ટેશન બનાવવા માટે તંત્રએ મકાનોના દબાણો દૂર કરવા નોટિસો આપી : સ્થાનિકોએ કલેકટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી

મોરબી : મોરબીના સર્કિટ હાઉસ પાસે આવેલા સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા 66 લોકોના 30 વધુ મકાનોને ત્યાં ફાયર સ્ટેશન બનાવવા માટે તોડી પાડવાની નોટિસ મળતા આ પરિવારો બેઘર થવાની ભીતિથી ફફડી ઉઠ્યા છે અને આ લોકોએ પરિવારો સાથે કલેકટર કચેરીએ ઘસી જઇને કલેકટરને આવેદન આપી તેમના મકાનો તોડી પડતાં પહેલા રહેઠાણની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે.

મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ પાસે આવેલ ભારતનગર મફતીયાપરામાં 30 જેટલા મકાનોમાં રહેતા 66 જેટલા લોકોએ પરિવાર સાથે આજે કલેકટરને રજુઆત કરોને જણાવ્યું હતું કે, આ મફતિયાપરા ભારતનગર જુના મહેન્દ્રનગરના હદ વિસ્તારમાં હાલ મોરબી નગરપાલીકા તંત્ર અને સરકાર દ્વારા ફાયર સ્ટેશન બનાવવા માટે તેમના મકાનો અવરોધરૂપ હોવાથી તંત્રએ આ મકાનો ખાલી નહિ કરે તો મકાનોનું ડીમોલેશન કરવાની નોટિસ ફટકારી છે. પણ આ ગરીબ લોકો બક્ષીપંચ તથા અન્ય સમાજ લાભાર્થી કેટેગરીના હોય તમામ લોકોના મકાનોને ડીમોલેશન કરવાની નોટિસ આપવામાં આવેલ હોય તો અમે લોકો ખરેખર આશરે 30થી 40 વર્ષથી રહેતા હોય અને તમામ લોકો તેમના મકાનના વેરા, લાઇટ બીલ, રેશનકાર્ડ જેવા તમામ ડોક્યુમેન્ટ ધરાવે છે.

- text

વધુમાં આ લોકોને રહેવા માટે સરકારને કોઈપણ સુવિધા કરી આપવી પડે. કારણ કે, પાંચ વર્ષ મકાનમાં ભાડે રહે તો મકાન ખાલી કરતા નથી. સરકારને આ જગ્યાની જરૂર હોય તો અમને કોઈ વાંધો નથી પણ અમારા લોકોને મકાન સહાય સબસીડી કે રહેવાની જગ્યા કરી આપે એવી રજુઆત છે. આજદિન સુધી સરકાર તરફથી અમોને કોઇપણ જાત કોઇ સહાય કે લાભો મળેલ નથી. ખરેખર સરકારને ૧૦૦. ચો.વારની જગ્યા ફાળવવી પડે. આજદિન સુધી કોઇપણ આવાસ યોજનામાં મકાન કે સબસીડી મળેલ નથી. તો અમોને એક વાર તો સરકારની યોજનાનો લાભ મળવો જોઈએ. આથી સરકારના નિયમોનુસાર કોઇપણ જગ્યાએ મકાન કે પ્લોટ ફાળવવામાં આવે તેવી માંગ કરી છે.

- text