વાંકાનેરના ખીજડિયામાં વાછરડાનું મારણ કરતો દીપડો 

- text


રામપર વીડી નજીક વસવાટ કરતા વાડી માલિકોને સચેત રહેવા વનતંત્રની અપીલ 

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રામપરા વીડી વિસ્તારમાં દીપડાની વસ્તી વધી રહી હોય દીપડાઓ ધીમે ધીમે માનવ વસાહત તરફ આંટાફેરા કરતા હોવના વધતા બનાવો વચ્ચે ગતરાત્રીના દીપડાએ ખીજડીયા ગામની સીમમાં વાડીએ બાંધેલા વાછરડાનું મારણ કર્યું હોવાનું સામે આવતા રામપર વીડી નજીક વસવાટ કરતા વાડી માલિકો અને પશુપાલકોને સચેત રહેવા વનતંત્રએ અપીલ કરી છે.

- text

વાંકાનેર વનવિભાગના અધિકારી પી.પી.નરોડીયાના જણાવ્યા મુજબ ગતરાત્રે તાલુકાના ખીજડીયા ગામની વિડીની બાજુની સીમમા દિપડો ચડી આવ્યો હતો અને લીલાભાઇ મુંધવા નામના ખેડૂતની વાડીમાં બાંધેલા એક વાછરડાનું મારણ કર્યું હતુ. વધુમાં ખોરાકની શોધમાં અવારનવાર દીપડા માનવ વસાહતમાં આવી પહોંચે છે અને પશુઓનું મારણ કરી રહ્યા છે ત્યારે ખીજડીયા ગામની વિડીની બાજુમાં સીમમાં આવેલા ખેડૂતની વાડીમાં દીપડાએ વાછરડાનું મારણ કરતા વનવિભાગે પાલતુ પશુઓને રાત્રીના સુરક્ષિત સ્થળે રાખવા અપીલ કરી છે.

- text