મોરબીમાં વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ-વરિયા વુમન ગ્રુપ દ્વારા ફાયરલેસ કુકિંગ સ્પર્ધા યોજાઈ

- text


મોરબી : મોરબીના વરિયા બોર્ડિંગ મુકામે તાજેતરમાં વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ અને વરિયા વુમન્સ ગ્રુપ દ્વારા ફાયરલેશ કુકીંગ સ્પર્ધાનું સુંદર મજાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં પ્રજાપતિ સમાજની મહિલાઓ અને દીકરીઓ માટે ૧૦ થી ૧૮ અને ૧૮ વર્ષથી ઉપર એમ બે વિભાગમાં યોજાઈ હતી.

ફાયરલેશ કુકીંગ સ્પર્ધામાં કુલ ૫૦ જેટલી બેહનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને ૪૫ મિનિટની સમય મર્યાદામાં પૌષ્ટિક્તા અને સ્વાદિષ્ટ વિવિધ વાનગીઓ બનાવવામાં આવી હતી. આ કુકીંગ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે મોરબીના કુકીંગ માસ્ટર ખ્યાતિબેન શેઠ અને બંશીબેન શેઠ સેવા આપી હતી. આ સ્પર્ધામાં ૧૦ થી ૧૮ વર્ષના વિભાગમાં પ્રથમ ક્રમાંકે રૂચિતા જયંતીભાઈ ઘુમલીયા, દ્વિતીયક્રમાંકે ઇશિકા સુધીરભાઈ બદ્રખિયા, તૃતીય નંબર પર ધ્રુવી ગૌતમભાઈ બદ્રખિયા વિજેતા થયા હતા. જયારે ૧૮ વર્ષથી ઉપરના વિભાગમાં પ્રથમ ક્રમાંકે,નીતાબેન ભરતભાઈ કણસાગરા, દ્વિતીય ક્રમાંકે કિરણબેન કાંતિભાઈ ઉભડીયા, તૃતીયક્રમાંકે ભૂમિબેન જયવીરભાઈ ભોરણીયા વિજેતા થયાં હતા. વિજેતા બહેનોને સંસ્થા દ્વારા આમંત્રિત મહિલા મહેમાનો મોરબીના પ્રભાબેન ભોરણીયા, વાંકામેરના હીરાબેન મનસુખભાઇ બરાસરા, રીનાબેન બ્રિજેશભાઈ વરિયાના હસ્તે સન્માનપત્ર અને ગિફ્ટ આપી સન્માનિત કરાયા હતા તેમજ સ્પર્ધામાં ભાગલેનાર તમામને સર્ટિફિકેટ આપ્યા હતા.કાર્યક્રમને સફળ બંનાવવા વરિયા વુમન ગ્રુપ મોરબી તેમજ વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળના સભ્યો દ્વારા જેહમત ઉઠાવેલ હતી.

- text

- text