તા.26 ડિસેમ્બરે ઘુંટુ ગામે મેલડી મંડળનું આયોજન

- text


મોરબી : આવતીકાલે તારીખ 26 ડિસેમ્બર ને મંગળવારના રોજ ઘુંટુ ગામે જયશ્રી સનાતન ધર્મ મેલડી મંડળ- મોરબી દ્વારા મેલડી માતાજીનું ઐતિહાસિક મંડળ ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ઘુંટુ ગામે 26 ડિસેમ્બર ને મંગળવારના રોજ રાત્રે 9 કલાકે જયશ્રી સનાતન ધર્મ મેલડી મંડળ મોરબી દ્વારા જય બાવરવાળી મેલડી માતાજીનું ઐતિહાસિક મંડળ ભજવવામાં આવશે. મેલડી મંડળ દરમિયાન એકત્ર થતો ફંડ ફાળો ગરીબ દર્દીઓની સારવાર પાછળ અને માતા-પિતા વિહોણી ગરીબ દીકરીઓના કરીયાવરમાં વાપરવામાં આવશે. મેલડી મંડળ રમાડવા માટે પ્રમુખ પ્રવિણભાઈ હમીરપરા મો.નં. 78598 06291 તથા મેલડી માતાજીના ભુવા કાનાભાઈ કગથરા મો.નં. 97237 59641નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text