મોરબી સિરામિક એસોશીએશનના પ્રમુખના પુત્રએ કરાટે ચેમ્પિયનશિપમા ગોલ્ડ મેડલ જીત્યો

- text


મોરબી : મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાના પુત્ર ધ્રુવ કુંડારિયાએ કરાટે ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ મેળવીને બેવડી સિદ્ધિ હાંસલ કરી છે.

જામનગર ખાતે વર્સેટાઈલ કપ ઓલ ઈન્ડિયા ઓપન નેશનલ કરાટે ચેમ્પિયનશિપ-2023નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીમાં વિનય કરાટે એકેડમીમાં તાલીમ લઈ રહેલા અને મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાના પુત્ર ધ્રુવ કુંડારિયાએ કરાટે કાતા અને કુમિતે સ્પર્ધામાં ભાગ લીધી હતો. જેમાં કાતામાં ધ્રુવ કુંડારિયાએ સિલ્વર મેડલ જીત્યો હતો અને કુમિતે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આમ ધ્રુવે બેવડી સિદ્ધિ હાંસલ કરીને મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે.

- text

- text