મોરબીમાં પ્રથમ વખત યોજાયો 1100 કુંડી વૈદિક મહાયજ્ઞ : 4400 લોકોએ લાભ લીધો

- text


મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200ની જન્મ જયંતી નિમિતે આજે સવારથી યોજાયેલા પ્રાચીન વૈદિક પરંપરા અનુસાર મહાયજ્ઞથી અલૌકીક વાતાવરણની અનુભૂતિ, રાજ્યપાલ હાજરી આપશે

મોરબી : મોરબીના આંગણે પ્રથમ આજે રવિવારે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200ની જન્મ જયંતી નિમિતે 1100 કુંડી વૈદિક મહાયજ્ઞ મહોત્સવ એકદમ પ્રાચીન ઋષિકાળની પ્રાચીન પરંપરાથી શરૂ થયો હતો. આ મહાયજ્ઞમાં બેસીને 4400 જેટલા લોકોએ વૈદિક રીતે આહુતિઓ આપીને આ પવિત્ર યજ્ઞનો શ્રદ્ધાભેર લાભ લીધો હતો. આ સાથે સમગ્ર મોરબીવાસીઓ દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતીજીને સ્મરણાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

મોરબીના ઇતિહાસમાં પ્રથમ વખત આર્યસમાજ દક્ષિણ પ્રેરિત વિશ્વ વિભૂતિ સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મજયંતિ નિમિતે વૈદિક પરંપરા જીવંત રાખવા માટે આજે બાલકેશ્વર મહાદેવ મંદિર સામેથી, સ્વાગત ચોકડી, કેનાલ રોડથી એસપી રોડ પર ઇડન ગાર્ડન સામે આર્યભૂમિના ભવ્ય અને વિશાળ સામીયાણામાં 1100 કુંડી વૈદિક મહાયજ્ઞનું અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું હતું અને આજે સવારથી જ 1100 કુંડી વૈદિક મહાયજ્ઞ શરૂ થતાં પ્રકાંડ અને વિદ્વાન પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને 200 કિલો ઘી સહિત ટનબંધ અન્ય સામગ્રી વિવિધ સામગ્રીઓને યજ્ઞમાં હોમાતા વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું હતું અને આ વૈદિક યજ્ઞથી ઋષિકાળની પરંપરા મુજબ હોમાદ્વિક ક્રિયાઓ કરાતા વાતાવરણ અલોકીક અને દિવ્ય બની ગયું હતું.આચાર્ય આર્ય નરેશજી ડોહર હિમાચલ પ્રદેશ, આચાર્ય અજયજી ભાવનગર, આચાર્ય શીતલજી રોજડ વગેરે વૈદિક વિદ્વાનો દ્વારા આ 1100 કુંડી મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો.

- text

આ યજ્ઞથી પ્રદુષણ રહિત વાતાવરણ સર્જાતું હોય આ જૂની પ્રકૃતિની શૈલી જીવંત રાખવાનો મેસેજ અપાયો હતો અને આ યજ્ઞમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જ્યારે આ પવિત્ર યજ્ઞમાં હવે પછી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી હાજરી આપશે.

- text