ઊર્જા સપ્તાહ ઉજવણીના ભાગરૂપે મોરબીમાં પીજીવીસીએલ દ્વારા રેલી યોજાઈ

- text


મોરબી : આજરોજ મોરબી પીજીવીસીએલ દ્વારા ઊર્જા બચત માસ પર્વ તેમજ ઊર્જા સપ્તાહ ઉજવણીના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

તારીખ 14 ડિસેમ્બરના રોજ મોરબી પીજીવીસીએલ દ્વારા વીજ સલામતી અને ઊર્જા બચતની જાગૃતિ કેળવવા તથા વીજ સલામતી અને ઊર્જા બચતનો સંદેશ છેવાડાના ગ્રાહકો સુધી પહોંચાડવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સલામતી તથા ઉર્જા બચત અંગેના બેનર સાથે પેમ્ફલેટનું વિતરણ દ્વારા જન જાગૃતિ ફેલાવવામાં આવી હતી. પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરીના પાવર હાઉસ કમ્પાઉન્ડથી અધિક્ષક ઇજનેર એસ. એચ. રાઠોડના વડપણ હેઠળ રેલીને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું. રેલી સવારે 9-30 કલાકે પાવર હાઉસ કમ્પાઉન્ડથી શરૂ થઈ ગેંડા સર્કલથી મયુર પુલથી નગર દરવાજાથી રવાપર રોડથી નવા બસ સ્ટેન્ડથી ઉમિયા સર્કલથી ભક્તિનગર સર્કલ ખાતે પૂર્ણ થઈ હતી. આ રેલીમાં બહોળા પ્રમાણમાં કર્મચારીઓએ હાજર રહી લોકોને જાગૃત કર્યા હતા.

- text

- text