મોરબી પગરખાકાંડના વધુ ત્રણ આરોપીઓ પોલીસ ગિરફતમાં

- text


ક્રિશ, પ્રીત અને પરીક્ષિતની વિધિવત ધરપકડ

મોરબી : મોરબીમાં યુવકને સીરામીક એક્સપોર્ટ પેઢીમાં નોકરી રાખી પગારને બદલે મોઢામાં પગરખું પકડાવી ઢોર માર મારી લૂંટ ચલાવ્યાના કેસમાં ગઈકાલે મુખ્ય આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત ત્રણ આરોપીઓએ પોલીસ સામે હાજર થયા બાદ આ હીન કૃત્યના વધુ ત્રણ આરોપીઓ પોલીસ ગિરફ્તમાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે. આ ત્રણેય આરોપીઓની વિધિવત ધરપકડ કરી પોલીસે રિમાન્ડની કાર્યવાહી શરૂ કરી છે.

મોરબીના અનુસૂચિત જાતિ સમાજના યુવક નિલેશભાઈ દલસાણીયાને પગાર મુદ્દે રવાપર રોડ ઉપર રાણીબા ઇન્ડસ્ટ્રીઝ નામે સીરામીક એક્સપોર્ટ કંપની ધરાવતી કહેવાતી રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ અને તેનો ભાઈ ઓમ પટેલ સહિતના શખ્સોએ ઢોર માર મારી જાતિ પ્રત્યે હડધૂત કરી પગારને બદલે પગરખું મોઢામાં લેવડાવી હીન કૃત્ય આચર્યું હોવાના ચકચારી કેસમાં રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ સહિતના આરોપીઓના આગોતરા જામીન રદ થતા પોલીસની ભીંસ વધવાથી બે દિવસ અગાઉ આરોપી ડી.ડી રબારી ઉર્ફે મયુર દિલીપભાઈ કરોતરા પોલીસ સામે હાજર થયા બાદ ગઈકાલે આ પગરખાકાંડની મુખ્ય આરોપી એવી વિભૂતિ ઉર્ફે રાણીબા હિતેન્દ્રભાઈ સીતાપરા, ઓમ હિતેન્દ્રભાઈ સીતાપરા અને રાજ અજયભાઈ પડસારા પોલીસમાં હાજર થતા પોલીસે આ ત્રણેય આરોપીઓની વિધિવત ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી.

- text

દરમિયાન આજે આ પખરખાકાંડના વધુ ત્રણ આરોપીઓ ક્રિશ મેરજા , પ્રિત વડસોલા રહે-,મોરબી અને પરીક્ષિત સુધીરભાઈ ભગલાણી રહે મોરબીની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

- text