ટંકારા RSSના સ્વયંસેવકો દ્વારા છતર ખોડિયાર આશ્રમમાં રાહત કામગીરી કરાઈ

- text


ટંકારા : ગઈકાલે મોરબી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડતા અનેક જગ્યાએ નુકસાન થયું હતું જેમાં મોરબી – રાજકોટ હાઈવે પર છતર નજીક આવેલા ખોડીયાર આશ્રમમાં વૃક્ષો પડી જતા નુકસાન થવા પામ્યું હતું. આ તકે ટંકારા RSSના ભાઈઓ દ્વારા ખોડીયાર આશ્રમમાં રાહત કામગીરી કરવામાં આવી હતી. ખોડીયાર આશ્રમમાં પડી ગયેલા વૃક્ષો હટાવવાની કામગીરી તાત્કાલિક ધોરણે ટંકારા RSSના ભાઈઓ દ્વારા કરવામાં આવી હતી.

- text

- text