મોરબી સર્કિટ હાઉસમાં ઝાડવે લટકી નેપાળી યુવાનનો આપઘાત

- text


મોરબી : આજે વહેલી સવારે મોરબીના સર્કિટ હાઉસમાં વૃક્ષ ઉપર યુવાનનો મૃતદેહ લટકી રહ્યો હોવાની જાણ થતાં સીટી બી ડિવિઝન પોલીસ બનાવ સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને ઝાડ ઉપરથી ઉતારી પીએમ માટે ખસેડી બનાવ અંગે તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ આજે સવારે મોરબીના સર્કિટ હાઉસમાં વૃક્ષ ઉપર એક યુવાનની લાશ ગળેફાંસો ખાધેલી હલતના લટકતી હોવાનું બહાર આવતા લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા અને પોલીસને જાણ થતાં પોલીસ બનાવ સ્થળે દોડી આવી હતી. વધુમાં મૃતક યુવાન નેપાળનો વતની હોવાનું અને ઉમા ટાઉનશીપમા કામ કરતો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text

- text