મોરબી વહેલી સવારથી વાતાવરણમાં પલટો નવા વર્ષમાં પહેલું માવઠું !

- text


સમગ્ર જિલ્લામાં કમોસમી વરસાદનો માહોલ 

મોરબી : મોરબીમાં આજે વિક્રમ સવંતના નવા વર્ષ 2080નું પ્રથમ માવઠું વરસ્યું છે, વહેલી સવારથી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને મોરબીમાં રોડ ભીના થઈ જાય તેવું કમોસમી ઝાપટું વરસી ગયું છે, સાથે જ સમગ્ર જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

રાજ્યના હવામાન વિભાગ અને જાણીતા આગાહીકર્તા અંબાલાલ પટેલની આગાહી મુજબ આજે વહેલી સવારથી મોરબી જિલ્લામાં અચાનક વાતાવરણમાં બદલાવ આવવાની સાથે ગાજવીજ સાથે કમોસમી વરસાદના ઝાપટા વરસવા શરૂ થયા છે આજે સવારમાં મોરબીમાં રોડ ભીના થઈ જાય તેવું જોરદાર ઝાપટું વરસ્યું હતું.

બીજી તરફ મોરબી જિલ્લામાં પણ સવારથી વાદળોએ જમાવટ કરી હોવાનું અને હળવદ, ટંકારા પંથકમાં પણ વરસાદી માહોલ વચ્ચે ઝરફર કમોસમી વરસાદ વરસ્યાનું તેમજ વાંકાનેરમાં પણ સવારઘી ગાજવીજ સાથે કાળા ડિબાંગ વાદળો છવાયા હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.

- text

- text