માળીયા નજીક હાઇવે ઉપર અજાણ્યા વાહનની ઠોકરે યુવાનનું મૃત્યુ

- text


મોરબી : મોરબી – માળીયા નેશનલ હાઇવે ઉપર માળીયાના ઓવરબ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે પગપાળા જઈ રહેલા કચ્છના વતની અનવરશા બુઢમશા સૈયદ ઉ.35 નામના યુવાને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના બાદ વાહન ચાલક નાસી ગયો હોય મૃતકના ભાઈ ગુલામશા બુઢમશા સૈયદ દ્વારા માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- text

- text