એક્ટિવા આડે અચાનક ખુટિયો ઉતરતા આધેડનું મૃત્યુ

- text


વાંકાનેરના રાતીદેવડી જડેશ્વર રોડ ઉપર બનેલી ઘટના 

વાંકાનેર : વાંકાનેરના રાતીદેવડી – જડેશ્વર રોડ ઉપર એક્ટિવા મોટર સાયકલ લઈને જઈ રહેલા આધેડના એક્ટિવા આડે અચાનક ખુટિયો આવી જતા રોડ ઉપર પડી જતા ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન આધેડનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના આરોગ્ય નગરમાં રહેતા મુકેશભાઇ ભવાનભાઈ મદ્રેસણીયા પોતાના એક્ટિવા ઉપર જતા હતા ત્યારે રાતીદેવડી – જડેશ્વર રોડ ઉપર એક્ટિવા આડે અચાનક ખુટિયો ઉતરતા મોટર સાયકલ ઉપરથી કાબુ ગુમાવી દઇ નીચે પટકાતા મુકેશભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા વાંકાનેર સીટી પોલીસે મૃતકના મોટાભાઈ જયંતિભાઈની ફરિયાદને આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text