હળવદના સુસવાવ ગામના યુવાનને બ્લેકમેઈલ કરી પૈસા પડાવાયા, યુવાન લાપતા

- text


લાપતા બનેલા યુવાનના પિતાએ ફરિયાદ નોંધાવવા અરજી કરી

હળવદ : હળવદના સુસવાવ ગામે રહેતા યુવાનને મોબાઇલ ફોનમાં ગઠિયાઓ ભેટી જતા બ્લેક મેઈલ કરી નાણાં પડાવી લેતા આ યુવાન ઘર છોડીને ચાલ્યા ગયો હોવાની લેખિત અરજી ભોગ બનનારના પિતાએ હળવદ પોલીસ મથકમાં કરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સુસવાવ ગામે રહેતો કૌશિક રમેશભાઈ મારા ઉ.18 નામનો યુવાન ગત તા.18ના રોજ અચાનક લાપતા બની જતા યુવકના પિતાએ ગાંધીનગર સાયબર સેલમાં ઓનલાઈન ફરિયાદ કરી હળવદ પોલીસ મથકમાં યુવક ગુમ થવા મામલે અરજી કરી છે.

વધુમા યુવકના પિતા રમેશભાઈ ચતુરભાઈ મારાએ કરેલી અરજીમાં જણાવ્યું હતું કે તેઓ તેના નાના પુત્ર સાથે મહારાષ્ટ્રના સોલપુર ખાતે ગયા હતા અને તેનો મોટો પુત્ર કૌશિક આઈટીઆઈ કરતો હોય સુસવાવ ગામે જ રોકાયો હતો.

- text

દરમિયાન તેઓ તા.19ના રોજ મહારાષ્ટ્રથી પરત આવતા છેલ્લે પુત્ર સાથે મોબાઈલ ઉપર વાત થયા બાદ ફોન બંધ આવતો હોય ઘેર આવી તપાસ કરતા કૌશિકનો મોબાઇલ ફોન અને પાસબુક ઘેર હોવાનું તેમજ આ મોબાઈલમાં દિલ્હીના નંબર ઉપર વાત થયાનું તેમજ અજાણ્યા લોકોએ ફોન પે અને ગૂગલ પે મારફતે કૌશિક પાસેથી ઓનલાઈન નાણાં પડાવ્યા હોવાનું સામે આવતા બનાવ અંગે આધાર પુરાવા સાથે લેખિત ફરિયાદ કરી છે.

- text