વાંકાનેરના કેરાળા ગામે ફાયરિંગ કેસના આરોપીને આંતરી ચાર શખ્સોએ હાથ પગ ભાંગી નાંખ્યા

- text


ફાયરિંગ કેસમાં નાસતા ફરતા વૃદ્ધને વઘાસિયા નજીક આંતરી હુમલો કરાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કેરાળા ગામે બેસતાવર્ષના દિવસે જ આધેડ ઉપર ફાયરિંગ કરવાના ગુન્હામાં નાસતા ફરતા વૃદ્ધ આરોપીને કેરાળા ગામના જ શખ્સ સહિતના ત્રણ અજાણ્યા ઈસમોએ વઘાસિયા નજીક આંતરી લાકડી વડે બેફામ માર મારી હાથ પગ ભાંગી નાખતા આ ચકચારી બનાવમાં વધુ એક ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કેરાળા હરિપર ગામના વતની અને હાલમાં વિશિપરા ધમલપર ખાતે રહેતા લાખાભાઈ ગોરાભાઈ બાંભવા ઉ.65 નામના વૃધ્ધે વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી નથુભાઈ ભગાભાઈ ગોલતર અને તેની સાથે રહેલા ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ સમક્ષ જાહેર કર્યું હતું કે, બેસતા વર્ષના દિવસે આરોપી નથુભાઈના સગા રૈયાભાઈ સાથે તેઓને ઝઘડો થયો હોય જેમાં ફરિયાદી લાખાભાઈનું નામ આરોપી તરીકે હોય તેઓ પોલીસ કાર્યવાહીથી બચવા અલગ અલગ જગ્યાએ છુપાતા ફરતા હતા તેવામાં ગઈકાલે વઘાસિયા નજીક મોટર સાયકલ લઈને જતા હતા ત્યારે આરોપી નથુભાઈ તેમજ અજાણ્યા ત્રણ શખ્સોએ તેમને આંતરી લઈ લાકડીઓ વડે બેફામ મારતા હહાથ અને પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું અને એકત્રિત થયેલા લોકોએ 108ને બોલાવતા સારવાર માંટે રાજકોટ ખસેડયા હતા.

- text

વધુમાં કેરાળા ગામે બનેલા ફાયરિંગના બનાવનો ખાર રાખી આ હુમલો થયો હોવાનું અને આરોપી નથુભાઈ તેમજ અન્ય ત્રણ શખ્સોએ હવે પછી જો ગામમાં ઝઘડો કર્યો તો જાનથી મારી નાંખશું તેવી ધમકી આપતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં લાખાભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text