મોરબી જલારામ પ્રાર્થના મંદિરે જલારામ જયંતીએ પંચવિધ કાર્યક્રમ યોજાશે

- text


વિશેષ વ્યક્તિના હસ્તે કેક કટિંગ કરાશે

મોરબી : મોરબી જલારામ પ્રાર્થના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ જયંતિની પંચવિધ કાર્યક્રમ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવશે અને દરવર્ષની જેમ આ વર્ષે પણ વિશેષ વ્યક્તિના હસ્તે કેક કટિંગ કરવામાં આવશે.

મોરબી જલારામ મંદિર દ્વારા છેલ્લા 12 વર્ષ દરમ્યાન પ્રતિવર્ષ જલારામ જયંતિના પાવન પર્વ નિમિતે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવવામા આવે છે. ત્યારે પ્રવર્તમાન વર્ષે પણ વિશેષ વ્યક્તિઓ દ્વારા કેક કટીંગનુ આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 19/11/2023ના રવિવારે પ્રભાત ધૂન, અન્નકૂટ દર્શન, વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ, મહા આરતી તથા બપોરે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. પ્રવર્તમાન વર્ષે પણ સવારે 11:30 કલાકે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતી ઉજવવામાં આવશે. જે સરપ્રાઈઝ રાખવામાં આવી છે. દરેક જલારામ ભક્તોને પધારવા તેમજ મંદિર ખાતે પ્રસાદ ગ્રહણ કરવા આયોજકો દ્વારા ભાવભર્યું આમંત્રણ અપાયું છે.

- text

છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન ઉપસ્થિત રહેલ વિશેષ વ્યક્તિઓ

૧. મનોવિકલાંગ બાળકો

૨. થેલેસેમિયાગ્રસ્ત બાળકો

૩. અંધજનો

૪. ભિક્ષુકો

૫. શહીદ પરિવાર

૬. વૃધ્ધાશ્રમ ના વડીલો

૭. અનાથાશ્રમની બાળાઓ

૮. કીન્નરો

૯. મહીલા ટ્રાફીક બ્રિગેડ

૧૦. શારીરીક વિકલાંગ આત્મનિર્ભર મહીલાઓ

૧૧. કોરોનાગ્રસ્ત મૃતદેહો ના અંતિમ સંસ્કાર કરનાર ફાયર બ્રિગેડના જવાનો.

૧૨. હોટેલમાં કામ કરતી પરપ્રાંતિય મહીલાઓ

- text