મોરબી જીલ્લામાં બાંધકામ શ્રમિકો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ

- text


શ્રમિકોને માત્ર 5 રૂપિયામાં જ સ્વાદિષ્ટ ભોજન મળશે

મોરબી : મોરબી જિલ્લામાં આજથી રાજ્ય સરકારના મહત્વકાંક્ષી પ્રોજેકટ અંતર્ગત બાંધકામના શ્રમિકો માટે શ્રમિક અન્નપૂર્ણા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં મોરબીમાં ચાર અને વાંકાનેરમાં એક મળી પાંચ જગ્યાએ ભોજન યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં બાંધકામ ક્ષેત્રે જોડાયેલા તમામ શ્રમિકોને શુદ્ધ શાકાહારી અને સ્વાદિષ્ટ ભોજન માત્ર 5 રૂપિયામાં જ ઉપલબ્ધ થશે.

અન્નપૂર્ણા યજ્ઞનો પ્રારંભે વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા, જિલ્લા કલેકટર જે. ટી. પંડ્યા, જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી કે.એસ.અમૃતિયા, તાલુકક ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, ભાજપ અગ્રણી જેઠાભાઈ મિયાત્રા, કારોબારી ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રા સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને મોરબીમાં 4 જગ્યામાં ઉમિયા સર્કલ, ગાંધીચોક,સામાંકાંઠે કેસરબાગ ખાતે અને એક અન્ય જગ્યા તેમજ વાંકાનેર 1 એમ પાંચ જગ્યાએ શરૂ થયેલા અન્નપૂર્ણા યજ્ઞમાં જે શ્રમિકોએ શ્રમિક કાર્ડ મેળવેલું હશે તેવા શ્રમિકોને જ ફક્ત રૂ.5માં ભોજન મળશે. આ શ્રમિક કાર્ડ હેઠળ શ્રમયોગી યોજના અંતર્ગત જુદીજુદી યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ શ્રમિકોને ટિફિન વિતરણ કરવામાં આવ્યા હતા. જેથી અન્નપૂર્ણા યગમાં શ્રમિકો ભોજનનું ટિફિન લઈને કામે જઈ શકશે. જ્યારે મહાનુભવોએ અન્નપૂર્ણા યજ્ઞમાં ભોજનનો સ્વાદ ચાખ્યો હતો અને દરરોજ ભોજનમાં પૌષ્ટિક રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણાં અને મરચા તેમજ સપ્તાહમાં એકાદ વખત સુખડી અથવા એકાદ મિસ્ટાન મળશે.

- text

- text