વાંકાનેરના ભોજપરા નજીક કારખાનામાં ખાતર પાડતા તસ્કરો, 5.75 લાખની રોકડની ચોરી

- text


અજાણ્યા તસ્કરો કારખાનામાં ટેબલના ખાનામાં રાખેલ રોકડ ચોરી ગયા

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભોજપરા ગામની સીમમાં આવેલા કારખાનામાંથી અજાણ્યા તસ્કરો રોકડા રૂપિયા 5,75,500ની રોકડ ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભોજપરા જેતપરડા રોડ ઉપર આવેલ એબલ ઓઈલ્સ એન્ડ એગ્રો નામના કારખાનામાં પાછળના તાર તોડી અજાણ્યા તસ્કરો કારખાનાની ઓફિસમાં ઘુસ્યા હતા અને ઓફિસમાં પડેલા ટેબલમાં હોલ કરી ખાનામાં રાખેલા રોકડા રૂપિયા 5, 75,500ની રોકડ રકમ ચોરી જતા રાજકોટ રહેતા કારખાનેદાર નરોતમભાઈ રવજીભાઈ સરસાવાડિયાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text