મોરબીમાં પ્રભાતફેરીની પરંપરા યથાવત રાખતા સેવાભાવીઓ

- text


શ્રીરામ પ્રભાત ફેરી મંડળ દ્વારા દાયકાથી ચાલુ છે પ્રભાતફેરી, એકત્રિત થતું દાન ગૌશાળાને અર્પણ

મોરબી : પ્રભાતિયાં અને પ્રભાતફેરી વિસરાઈ રહી છે ત્યારે મોરબીમાં છેલ્લા દાયકા કરતા વધુ સમયથી સેવાભાવી વડીલો અને યુવાનો વહેલી સવારે નિયમિત પ્રભાત ફેરી કરે છે. મોરબીમાં છેલ્લા એક દશકાથી શ્રી રામ પ્રભાત ફેરી ચાલી રહી છે. જેના થકી ગૌશાળા માટે સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે.

- text

મોરબીમાં એક દાયકાથી શ્રી રામ પ્રભાત ફેરી નીકળે છે. આ પ્રભાત ફેરી દર અગિયારસે સવારે સૂરજ ઉગતા પૂર્વે જ અવની ચોકડી, અવની રોડ, શિવ પાર્ક, સુભાષ પાર્ક અને આસપાસની સોસાયટીમાં ફરે છે. દર અગિયારસે અવની રોડ પરથી સવારે 6-15 કલાકે નીકળથી પ્રભાત ફેરી સવારે 9-45 વાગ્યે પૂર્ણ થતી હોય છે. પ્રભાતફેરી દરમિયાન સેવાભાવી સ્વયંસેવકો ઘરે ઘરે ફરીને ગૌમાતા માટે ફંડ અને અનાજ એકત્ર કરતાં હોય છે. આજે અગિયારસના દિવસે પ્રભાતફેરી દરમિયાન રૂપિયા 90 હજાર જેટલું માતબર દાન એકઠું થયું છે અને 14 મણ જેટલું અનાજ એકત્ર થયું છે. આ દાનની રકમ મકનસર પાંજરાપોળમાં ગૌશાળામાં નિરણ તરીકે આપવામાં આવી હતી.

- text