મોરબીમા ફટાકડા ફોડવા મામલે આધેડની હત્યા કરનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

- text


પાડોશીના પત્ની બીમાર હોવાથી દૂર જઈ ફટાકડા ફોડવાનું કહેતા આરોપીએ છરીનો એક ઘા ઝીકી આધેડની હત્યા કરી નાખી

મોરબી : મોરબીના વેજીટેબલ રોડ ઉપર લાભનગરમાં થોડે દુર જઈ ફટાકડા ફોડવાનું કહેનાર આધેડની નામચીન શખ્સે છરીનો એક જ ઘા ઝીકી હત્યા કરી નાખતા આ બનાવ મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ લાભનગરમાં ગત તા.7ના રોજ પાડોશીના ઘર પાસે ફટાકડા ફોડી રહેલા આરોપી વલીમહમદ હબીબભાઈ મિયાણાને મૃતક રાજેશદાને ઘરથી દૂર ફટાકડા ફોડવા કહી સમજાવવા જતા ઉશ્કેરાઈ ગયેલા આરોપી વલીમહમદ હબીબભાઈ મિયાણાએ રાજેશદાન ગઢવીને છાતીના ભાગે છરીનો એક ઘા મારી દેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા રાજેશદાન ગઢવીને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે નારણભા પંચાણભા દેવસુરની ફરિયાદને આધારે આરોપી વલીમહમદ હબીબભાઈ મિયાણા વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text