મોરબીના લાયન્સનગરમાં ગટર – ગંદકીથી સ્થાનિકો પરેશાન

- text


રજૂઆત અર્થે મહિલાઓનું ટોળું પાલિકા કચેરીએ પહોંચ્યું, અનેક વખત રજૂઆત છતાં પરિણામ શૂન્ય

મોરબી : મોરબીના લાયન્સનગરમાં છેલ્લા ઘણા સમયથી ગટરનું પાણી ઉભરાવવાની સમસ્યાથી સ્થાનિકો ખૂબ મુશ્કેલીમાં મુકાયા છે. આ ગંદાપાણીથી રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત છે. એટલું જ નહીં કચરો નિકાલની પણ કોઈ વ્યવસ્થા નથી. ત્યારે ગટરની વ્યવસ્થા કરવા તેમજ કચરો ઉપાડવાની રજૂઆત અર્થે આજે મહિલાઓનું ટોળું પાલિકા કચેરીએ પહોંચ્યું હતું અને ઉગ્ર રજૂઆત કરી હતી

લાયન્સનગરમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવવાની સમસ્યા છે. આ સમસ્યાને કારણે ઘણીવાર મહિલાઓ પણ અંદરો અંદર ઝઘડી પડે છે. આ અંગે તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. ગટર ઉભરાવવાની અને કચરાના ગંજથી સ્થાનિકો તંગ આવી જતા આજે મહિલાઓનું ટોળું પાલીકા કચેરીએ પહોંચ્યું હતું અને આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી. આ ઉપરાંત આ વિસ્તારમાં કચરો નિકાલની પણ મોટી વ્યવસ્થા હોય ત્યારે ડોર ટુ ડોર કચરો લઈ જવાની પણ વ્યવસ્થા કરવા રજૂઆત કરાઈ હતી.

- text

- text