મોરબીમા હેવી ટ્રક વન-વેમાં ઘુસી જતા ભારે ટ્રાફિકજામ

- text


ભારે વાહનોને પ્રવેશબંધીનું જાહેરનામું કાગળ ઉપર

મોરબી : મોરબીમાં દિવાળીના પર્વ નિમિત્તે લોકો ખરીદી માટે બજારોમાં ઉમટી રહ્યા છે ત્યારે આવી ભીડ વચ્ચે વન-વે અને ભારે વાહનોની પ્રવેશબંધીનો સરેઆમ ઉલાળીયો થયો હતો. જેમાં વન-વેમાં હેવી ટ્રક ઘુસી જતા ભારે ટ્રાફિકજામ થયો હતો. આથી દિવાળી નિમિતે બજારોમાં ખરીદી કરવા આવેલા અનેક લોકો ટ્રાફિકજામમાં ફસાયા હતા.

મોરબીમાં દિવાળી પર્વને લીધે બજારોમાં ખરીદીનો માહોલ જામી રહ્યો છે. મોરબીના નગરજનો તેમજ ગામડાના લોકો મોરબીની બજારોમાં ખરીદી અર્થે આવી રહ્યા હોય માર્ગો પર ભારે ભીડ સાથે વાહનોનો ધસારો વધ્યો છે. બપોરના સમયે ટ્રાફિક પોલીસ આરામ ફરમાવતી હોવાથી ટ્રાફિકની અંધાધૂંધી સર્જાય હતી. આથી બજારો અને રાજમાર્ગો ઉપર ભારે વાહનો માટે નો એન્ટ્રી હોવા છતાં વન-વેમાં ઘુસી જાય છે. એક તો દિવાળીની ભીડ અને ઉપરથી ભારે વાહનો વન-વેમાં ઘુસી જતા ભારે ટ્રાફિકજામ થાય છે. જેમાં આજે બપોરે હેવી ટ્રક વન-વે ગણાતા નહેરુ ગેઇટ ચોકથી ત્રિકોણબાગથી આવવાના રસ્તે ભારે વાહનોની પ્રવેશબંધીની એસીતેસી કરીને ઘુસી ગયા બાદ છકડો રિક્ષા પણ આવી જતા ટ્રાફિકજામ થયો હતો. આથી અનેક લોકોમાં મુશ્કેલીમાં મુકાય ગયા હતા.

હાલ દિવાળીના તહેવારોમાં ભારે ભીડ રહેતી હોય ત્યારે વનવે, ભારે પ્રવેશબંધી સહિતના ટ્રાફિકના નિયમોનું પોલીસ કડકપણે પાલન કરાવે તેવી માંગ ઉઠી છે.

- text

- text