મોરબીના લગધીરપુર રોડ ઉપરથી લોડિંગ સુપરવાઈઝર દારૂ-બિયર સાથે ઝડપાયો 

- text


મોરબી : મોરબીના લગધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક ફેકટરીમાં લોડિંગ સુપરવાઈઝર તરીકે કામ કરતા શખ્સને મોરબી તાલુકા પોલીસે વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લગધીરપુર રોડ ઉપર આવેલ મેટ્રોસીટી સીરામીક ફેકટરીમાં લોડિંગ સુપરવાઈઝર તરીકે કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની મુકેશ તુલસીરામ ગડીયા ઉ.30 નામના શખ્સને મોરબી તાલુકા પોલીસે વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 9 બોટલ કિંમત રૂપિયા 6300 તેમજ બિયર ટીન નંગ 20 કિંમત રૂપિયા 2000 સહીત કુલ મળી રૂપિયા 8300ના મુદામાલ સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text