મોરબી પોલીસ ગુમ યુવતિને શોધવા સિક્કા ગઈ, ત્યાંથી હત્યાના ગુનામાં વોન્ટેડ શખ્સ ઝડપાયો

- text


મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસ ગુમ થયેલી યુવતીને શોધવા સિક્કા ગઈ હતી. જ્યાંથી યુવતિ તો ન મળી પણ તેના બદલે હત્યાના ગુનામાં વોન્ટેડ શખ્સ મળી આવતા તેની અટકાયત કરવામાં આવી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાંથી રિદ્ધિબેન ભરતભાઇ દોશી નામના યુવતી ગુમ થયા હોય જેઓ સિક્કા હોવાની બાતમી મળતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ટિમે સિક્કા ખાતે જઈને તેમની શોધખોળ હાથ ધરી હતી. જ્યાં આ યુવતિ મળી આવી ન હતી. પરંતુ રાજકોટ સિટી બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં હત્યાના ગુનામાં વચગાળાના જામીન ઉપર છૂટી છેલ્લા 3 વર્ષથી નાસતો ફરતો ચિરાગભાઈ ઉર્ફે ચીનો મનોજભાઈ પરમાર રહે. ભગવતીપરા, રાજકોટવાળો ત્યાથી મળી આવતા તેની અટકાયત કરી રાજકોટ જેલ હવાલે કરવામાં આવેલ છે.

- text