લતીપર નજીક કારખાનામાંથી ૨૫ મોટરની ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઇ 

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે જાંબુડીયા ગામ પાસે શંકાસ્પદ હિલચાલ કરતા ત્રણ શખ્સોને પકડી તેઓની પૂછપરછ કરતા તેઓએ લતીપર નજીકથી ૨૫ મોટરની ચોરી કર્યાનું ખુલ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસની ટિમને ખાનગી રાહે હકીકત મળેલ કે, ત્રણ ઇસમો વાંકાનેર મોરબી નેશનલ હાઇવે રોડ પર જાંબુડીયા ગામ આર.ટી.ઓ ઓફીસની સામે રોડ ઉપર શંકાસ્પદ રીતે આટા ફેરા કરતા હોય, જેથી આ જગ્યાએ ટીમે જઈ જાવીદભાઇ સલીમભાઇ સૈયદ જાતે બુખારી, આસીફભાઇ ઇબ્રાહીમ કૈડા,. અખ્તરભાઇ આદમભાઇ મકરાણી રહે. ત્રણેય વાંકાનેરવાળાની પુછપરછ કરતા પોતે ટંકારાના લતીપાર ગામથી આશરે પાંચ સાત કિ.મી. દૂર એક બંધ કારખાનામાંથી મોટર નંગ-૨૫ ની ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી.

- text

તેમની પાસેથી નાની મોટી પંદર મોટર મળી આવેલ હોય જેની કુલ કિ.રૂ. ૮૭,૦૦૦/- તથા બે મોબાઇલ કિ.રૂ.૭૫૦૦/- ગણી કુલ કિ.રૂ. ૯૪૫૦૦/- નો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી આરોપીઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧) ડી મુજબ અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

- text