મોરબીના ગાયત્રીનગરમાં કચરો નાખવા મામલે બે પરિવારો વચ્ચે હાથોહાથની જામી 

- text


મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મારૂતી પાર્ક ગાયત્રી નગરમાં શેરી વાળવા તેમજ કચરો નાખવા મુદ્દે બે પાડોશી પરિવારો વચ્ચે હાથોહાથની જામી પડયા બાદ ધોકા વડે હુમલો કરવામાં આવતા સામસામી ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મારૂતી પાર્ક ગાયત્રી નગરમાં રહેતા પાયલબેન વિશાલભાઇ લાવડીયાએ પાડોશમાં રહેતા આરોપી સુંભાગીબેન તથા હરપાલસિંહ ડોડીયા સાથે શેરીમાં ઘરની બહાર કચરો ભેગો ન કરવા બાબતે બોલાચાલી ઝઘડો થતા આરોપીઓએ પાયલબેનને ઢીકા પાટુનો માર મારી લાકડાના ધોકા વતી કપાળના ભાગે ઇજા કરી હોવાની સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

સામાપક્ષે સુંભાગીબેન પ્રદીપસિંહ ડોડીયા રહે.મારૂતી પાર્ક ગાયત્રી નગર વાવડી રોડ વાળાએ આરોપી પાયલબેન વિશાલભાઇ લાવડીયા તથા વિશાલભાઇ લાવડીયા વિરુદ્ધ શેરી વાળવા બાબતે બોલાચાલી થયા બાદ બન્ને આરોપીઓએ ગાળો આપી લાકડાના ધોકા વતી માથાના ભાગે ઇજા પહોંચાડી હોવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text