ટંકારા તાલુકાની ભૂતકોટડા શાળામાં વિદ્યાર્થીઓ માટે બાળ વસ્ત્રાલયનો પ્રારંભ

- text


ટંકારા : ટંકારા તાલુકાના ભૂત કોટડા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે અનોખો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. શાળાના શિક્ષિકા બહેન દ્વારા બાળ વસ્ત્રાલય ખોલવામાં આવ્યું છે.

- text

મહત્વનું છે કે, ભૂત કોટડા પ્રાથમિક શાળામાં મજૂર વર્ગના પરિવારોના બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આ બાળકોને કપડાંની ખાસ જરૂર હોય છે. ત્યારે ઘણા લોકો સારી હાલતમાં રહેલા કપડાં અથવા ટૂંકા થતાં કપડા ફેંકી દેતાં હોય છે ત્યારે આ પ્રકારના કપડાં જો આ જરૂરિયાતમંદ બાળકોને આપવામાં આવે તો તે પહેરી શકે છે. આ વિચાર સાથે શાળાના શિક્ષિકા દ્વારા બાળ વસ્ત્રાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હાલ આ બાળ વસ્ત્રાલયમાં આવતા સારા કપડા જરૂરિયાતમંદ બાળકોને આપવામાં આવશે જેથી તેઓ દિવાળીના પર્વમાં સારા કપડાં પહેરી શકે અને તહેવારની ઉજવણી આનંદથી કરી શકે. તો જે કોઈ લોકો આ પ્રકારના કપડાં દાનમાં આપવા ઈચ્છતા હોય તેઓએ શિક્ષિકા ગીતાબેનનો સંપર્ક કરવા જણાવાયું છે.

- text