મોરબીમાં દિવ્યાંગોને વાચા આપતી ફિલ્મ પ્રેમસગાઇનો પ્રીમિયર શો યોજાયો 

- text


મોરબી : જય શક્તિ ફિલ્મ પ્રોડકશન દ્વારા નિર્મિત દિવ્યાંગોને વાચા આપતી ફિલ્મ પ્રેમસગાઇના પ્રીમિયર શોનું મોરબીના સ્કાય મોલમાં આવેલ સ્કાય મલ્ટીપ્લેક્સમાં આયોજન કરવામાં આવ્યું હતું. નારાયણ સેવા સંસ્થા ઉદેપુર (રાજસ્થાન ) તથા જય શક્તિ ફિલ્મ પ્રોડકશન રંગપરના ઘનશ્યામસિંહ ઝાલા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યાંગ બાળકો પણ આ તકે ત્યાં હાજર રહ્યા હતા. આ વેળાએ દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહન હેતુ દર્શકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text