પરિણીતાઓ દ્વારા પતિના લાંબા આયુષ્ય અને અખંડ સૌભાગ્ય માટે કરાતું કરવા ચોથનું વ્રત

- text


કરવાની પતિ માટેની ભક્તિથી પ્રસન્ન થઈને યમરાજે પતિને જીવનદાન અને લાંબું આયુષ્ય આપ્યું હતું

મોરબી : હિન્દુ ધર્મમાં કરવા ચોથનું વિશેષ મહત્ત્વ છે. વિવાહિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત રાખે છે. આ વર્ષે આ તહેવાર 01 નવેમ્બર એટલે કે આજ રોજ ઉજવવાઇ રહ્યો છે. વિવાહિત મહિલાઓ આ વ્રતની આતુરતાપૂર્વક રાહ જુએ છે. કરવા ચોથ ગુજરાતી પંચાંગ પ્રમાણે દર વર્ષે આસો વદ ચતુર્થી તિથિના દિવસે હોય છે.

કરવા ચોથ એ પરિણીત મહિલાઓ માટે ખાસ તહેવાર છે. આ વર્ષે આસો વદ ચોથ 31મી ઓક્ટોબરે રાત્રે 9.30 વાગ્યાથી શરૂ થશે અને 1લી નવેમ્બરે રાત્રે 9.19 વાગ્યે સમાપ્ત થશે. કરવા ચોથ માટે ઉદયા તિથિ માન્ય છે. તેથી, કરવા ચોથ 1લી નવેમ્બર, બુધવારે ઉજવવામાં આવી રહી છે.

કરવા ચોથના વ્રતની રીત

આ દિવસે પરિણીત સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આખો દિવસ નિર્જળા વ્રત રાખે છે. વ્રત શરૂ થયા પહેલા સાસુના હાથે સજેલી સરગી લેવામાં આવે છે. જે બાદથી આ વ્રતની શરૂઆત માનવામાં આવે છે. ત્યારબાદ રાતના સમયે ચંદ્રદેવને જળ અર્પણ કર્યા પછી જળ ગ્રહણ કરવામાં આવે છે અને વ્રત કરતી મહિલાઓ પાણી પીને પોતાનું વ્રત ખોલે છે.

ચાળણી દ્વારા ચંદ્રને જોવાની પરંપરા

આ દિવસે ચાળણી દ્વારા ચંદ્રને જોવાની ખૂબ જ વિશેષ પરંપરા છે, જેનું વર્ષોથી પાલન કરવામાં આવે છે. કરવા ચોથના દિવસે ચંદ્રને સીધો ન જોવો જોઈએ. કારણ કે આમ કરવું વર્જિત માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે ચંદ્રને કોઈ ને કોઈ વેશમાં જોવો જોઈએ.

કરવા ચોથની કથા

- text

પૌરાણિક કથાઓ અનુસાર કરવા નામની એક ભક્ત હતી. એકવાર કરવાના પતિ નદીમાં સ્નાન કરી રહ્યા હતા. તે દરમિયાન મગરે તેનો પગ પકડી લીધો હતો. કરવાના પતિએ પોતાનો જીવ બચાવવા પત્નીને બોલાવી. પોતાના પતિના જીવને જોખમમાં જોઈને કરવાએ યમરાજને પોતાના પતિના જીવન માટે પ્રાર્થના કરી.

યમરાજે તેને પૂછ્યું, “દેવી, તારે શું જોઈએ છે?” તેના પર કરવાએ કહ્યું કે તે મગરના કારણે મારા પતિનો જીવ જોખમમાં છે. તમે તેને મૃત્યુદંડની સજા આપો. આટલું કહ્યા પછી યમરાજે કરવાને કહ્યું કે મગર પાસે હજુ જીવ બચ્યો છે. ત્યારે કરવાએ કહ્યું કે જો તમે એ મગરને મૃત્યુદંડ નહીં આપો તો હું મારા તપના બળથી શાપ આપીશ.

જ્યારે કરવા માતાએ આ કહ્યું, ત્યારે યમરાજની પાસે ઉભેલા ચિત્રગુપ્ત વિચારમાં ખોવાઈ ગયા અને તેમની પવિત્રતાના કારણે તે તેમની વાત ટાળી શક્યા નહીં. પછી તેણે યમરાજને કહ્યું કે મગરને યમલોકમાં બોલાવો અને તેના પતિને લાંબા આયુષ્યનું આશીર્વાદ આપો. યમરાજ તેમના પતિ પ્રત્યેની કરવાની ભક્તિથી ખૂબ જ પ્રસન્ન થયા અને તેમના પતિને જીવનદાન આપ્યું હતું.

અન્ય એક એવી માન્યતા છે કે કરવા ચોથનું વ્રત રાખવાના કારણે માતા પાર્વતીને મહાદેવ શિવ પતિ રૂપમાં મળ્યા હતા. આ વ્રત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને અખંડ સૌભાગ્ય માટે રાખે છે.

- text