કેસી હૈ યે અનહોની, હર આંખ હુઈ નમ… ઝૂલતાપૂલ દુર્ઘટનાના 135 હતભાગીઓને અશ્રુભીની શ્રદ્ધાંજલિ

- text


મોટાભાગના મોરબીવાસીઓએ સોશ્યલ મીડિયા પર આજના દિવસને બ્લેક ડે ફોર મોરબી ઘોષિત કરી ઝૂલતાપૂલ તૂટવાના વીડિયો અને હતભાગીઓની તસવીરો શેર કરી ભારે હૈયે શ્રદ્ધાંજલિ આપી

મોરબી : 30 ઓક્ટોબર 2022નો દિવસ મોરબી માટે ગોઝારો બન્યો હતો. આ દિવસે મોરબીમાં મોતનું તાંડવ સર્જાયું હતું. જેમાં રાજશાહી વખતનો ઐતિહાસિક ઝૂલતાપૂલ તૂટી પડતા ભયાનક તારાજી સર્જાય હતી. આ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. ત્યારે આજે 30 ઓકટેબરે ઝૂલતાપૂલ દુર્ઘટનાની પ્રથમ વરસી હોવાથી મોટાભાગના મોરબીવાસીઓ શોકમગ્ન બનીને સોશ્યલ મીડિયા પર આજના દિવસને બ્લેક ડે ફોર મોરબી ઘોષિત કરી ઝૂલતાપૂલ તૂટવાના વીડિયો અને હતભાગીઓની તસવીરો શેર કરી ભારે હૈયે શ્રદ્ધાંજલિ આપી છે.

મોરબીના ઝૂલતાપૂલ દુર્ઘટનાની આજે પ્રથમ વરસીએ દરેક મોરબીવાસીએ ઊંડા દુઃખ અને આઘાતની લાગણી વ્યક્ત કરી છે. દરેક મોરબીવાસી આજે શોકમગ્ન છે. જ્યારે ઝૂલતાપૂલ દુર્ઘટનાના 135 હતભાગીઓના પરિવારજનોને કાળજે લાગેલો ઘા ક્યારેય રૂઝાય એમ નથી. આ હતભાગીઓના પરિવારજનો આખું વર્ષ દુઃખમાં અને કાળો કલ્પાંત કરવામાં જ વીત્યું છે. આખે આખો પરિવાર કે ઘરના મોભી તેમજ ઘરના અંધારસ્તંભ એવા કંધોતર દીકરા, દીકરી ગુમાવનાર પરિવારજનોની આંખો રડી રડીને સુજી ગઈ છે. જે પુલ આનંદની મજા કરાવી એ જ પુલે મૃત્યુની ગોદમાં મોકલી ચોધાર આસુંએ રડાવ્યા છે. આ હતભાગીઓના પરિવારજનો પર દુઃખનું આભ તૂટી પડ્યું હોય એમને આ આઘાતની કળ ક્યારેય નહીં વળે.

- text

દરમિયાન આજે ઝૂલતાપૂલ દુર્ઘટનાની પ્રથમ વરસી હોય દરેક મોરબીવાસીઓ હતભાગીઓના પરિવારજનોના દુઃખમાં પડખે રહીને આજે બ્લેક ડે ઘોષિત કર્યો હતો. મોટાભાગના મોરબીવાસીઓએ સોશ્યલ મીડિયામાં ઝૂલતાપૂલની ગોઝારી દુર્ઘટનાના વીડિયો અને 135 દિવગંતોની તસવીરો મૂકીને ભારે હૈયે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. આજનો દિવસ દરેક મોરબીવાસીઓ માટે ખૂબ જ આઘાતજનક છે આ દુર્ઘટનાને લઈને દરેક મોરબીવાસીઆજે ઉડા આઘાત વ્યક્ત કર્યો છે અને પરિવારો ગુમાવનાર લોકોનું આજે હૈયું ભરાય આવ્યું છે.તેમજ આંખમાં આસું સાથે પોતના દિવંગત પરિજનોને શ્રદ્ધાંજલિ આપી છે.

- text