મોરબીમાં 45થી વધુ ઉંમરના ખેલાડીઓની ક્રિકેટ ટિમ બનાવી કચ્છની ટિમ સામે લેવાશે ટક્કર

- text


30મીએ રિયલ ક્રિકેટ એકેડમી ખાતે સિલેક્શન : 5 નવેમ્બરના રોજ યોજાશે મેચ : કચ્છની ટીમમાં 4 વિદેશી ખેલાડીઓ પણ રમશે

મોરબી : મોરબીમાં પ્રથમવાર 45થી વધુ ઉંમરના ખેલાડીઓની એક ક્રિકેટ ટિમ બનાવી કચ્છની ટિમ સામે મેચ લેવામાં આવનાર છે. જેના માટે 30મીએ સિલેક્શન પણ રાખવામાં આવ્યું છે.

મોરબીમાં 45 થી વધુ ઉંમર ધરાવતા ખેલાડીઓ માટે સીઝન ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીની ટીમની ટક્કર કચ્છની ટીમ સામે થશે. આ મુકાબલો ટી 20 રહેશે. જે પણ પ્લેયર ભાગ લેવા ઈચ્છુક હોય તેઓએ તા.30 ઓક્ટોબરને સોમવારના રોજ રિયલ ક્રિકેટ એકેડમી ખાતે સવારે 8:30 થી 10:30 સુધીમાં સિલેક્શન માટે આવવાનું રહેશે.

આ ટી 20 મહામુકાબલો મોરબીના રીયલ ક્રિકેટ એકેડમીના લસ ગ્રીન ગ્રાઉન્ડ પર તા. 5 નવેમ્બરને રવિવારના રોજ યોજાશે. પ્રુફ માટે આધાર કાર્ડની ઝેરોક્ષ આપવાની રહેશે. કચ્છની ટીમમાં ચાર વિદેશી પ્લેયર પણ ભાગ લેવાના હોવાથી મુકાબલો જોરદાર થશે તેવું માનવામાં આવી રહ્યું છે. વધુ માહિતી માટે મો.નં. 9998313885 તથા 9099874002 ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

- text

- text