સિરામિક ઉદ્યોગને વધુ એક ઝટકો ! નેચરલ ગેસના ભાવમાં 2.40 પૈસાનો વધારો

- text


મોરબી : મોરબીનો સિરામિક ઉદ્યોગ એક પછી એક મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે ત્યારે નેચરલ ગેસના ભાવમાં વધુ એક ઝટકા રૂપે રૂપિયા 2.40નો ભાવ વધારો સહન કરવાનો વારો આવ્યો છે.

યુજરાત ગેસ કંપની દ્વારા આગામી તા.1 નવેમ્બરથી અમલી બને તેમ પાઇપલાઇન નેચરલ ગેસના ભાવમાં રૂપિયા 2.40નો ભાવવધારો અમલી બનાવ્યો છે. વધુમાં ગેસ કંપની દ્વારા પ્રવરવર્તમાન ભાવ 47.10ના બદલે 1 /11/2023થી 49.50રૂપિયા ભાવ અમલી કરવામાં આવશે તેવું જાહેર કરવામાં આવતા સિરામિક ઉદ્યોગકારોમાં દેકારો બોલી ગયો છે.

- text

- text