દેશી દારૂના ધંધાર્થી ઉપર જનતારેડ

- text


હળવદના દારૂના ધંધાર્થી ને સરા ગામે વસમું પડ્યું, લોકોએ જનતારેડ કરીને દેશી દારૂના મોટા જથ્થા સાથે આરોપીને પોલીસના હવાલે કર્યો

હળવદ : હળવદના દેશી દારૂના ધંધાર્થીને મૂળી તાલુકાના સરા ગામે દેશી દારૂની ડિલિવરી કરવા જવી ભારે પડી હતી. જેમાં સરા ગામે દેશી દારૂનો જથ્થો આપવા ગયેલા હળવદના ધંધાર્થી ઉપર જનતા રેડ પડી હતી. લોકોએ જનતારેડ કરીને દેશી દારૂના મોટા જથ્થા સાથે આરોપીને પોલીસના હવાલે કર્યો છે.

- text

મુળી તાલુકાનાં સરા ગામે ખુલ્લેઆમ મોટા પ્રમાણમાં દેશી દારૂ પીવાય અને વેચાય છે. સરા ગામે દેશી દારૂનું મોટું પીઠું હોવાથી લોકો આ બદીથી કંટાળી ગયા હતા. આથી લોકોએ આજે દેશી દારૂ ઉપર જનતારેડ કરવાનું નક્કી કર્યું હતું અને સરાથી આંબરડી રોડ ઉપર આવેલ બાપા સીતારામની મઢુલી પાસે લોકોએ વોચ ગોઠવી હતી. ત્યારે તે જગ્યાએ હળવદના ચુંપણી ગામના રાજુ ચતુરભાઈ મોટા પ્રમાણમાં દેશી દારૂ સરા બુટલેગરને દેવા આવતો હતો આ તકે સરા ગામે લોકોએ જનતારેડ પાડી હતી અને દારૂ સાથે આરોપીને સરા પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ હતો.

- text