ચેતજો ! મિસકોલની મિત્રતા પરિણીતાને ભારે પડી, પતિને જાનથી મારી નાખવા ધમકી 

- text


મિસકોલમાં વાતચીત બાદ પરિચય ગાઢ બનતા પરિણીતાને ધરાર વાતચીતના સંબંધ ચાલુ રાખવા ધમકી 

મોરબી : મોરબીના ઘુંટુ રોડ ઉપર રહેતી પરિણીતાએ ભૂલથી રોન્ગ નંબર ડાયલ કરતા મિસકોલની મિસ્ટ્રી સર્જાઈ હતી અને મિસકોલમાં વાતચીતમાં પરિચય ગાઢ બનતા લાંબા સમય સુધી પરિણીતાએ મિસકોલીયા મિત્ર સાથે વાતચીતનો સિલસિલો ચાલુ રાખ્યા બાદ સમગ્ર મામલાની જાણ પતિને થતા મિસકોલીયા મિત્રએ પરિણીતાના પતિને જાનથી મારી નાખવા ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

આજના મોબાઈલ યુગમાં પરીણિતાઓને ચેતવા જેવા આ કિસ્સાની વિગતો જોઈએ તો મોરબીના ઘુંટુ રોડ ઉપર ઉમા રેસિડેન્સીમાં રહેતા પ્રિયાબેન (નામ બદલ્યું છે) નામના પરિણીતા મોબાઈલ ફોનમાં ફોન લગાવતા હતા ત્યારે ભૂલથી મોબાઈલ નંબર 8469420520 નંબરના મોબાઈલ ફોન ઉપર મિસ કોલ થઈ જતા સામે છેડેથી મોરબીના રણછોડનગરમાં રહેતા શાબીર નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો અને પ્રિયાબેન સાથે વાતચીત કરતા બન્ને વચ્ચે પરિચય થયો હતો.

- text

જો કે, એક વર્ષ પહેલા જ લગ્નના તાંતણે બંધાયેલા પ્રિયાબેનના પતિ ડ્રાઈવિંગ કરતા હોય બાદમાં જયારે પતિ નાઈટમાં નોકરી કરવા જાય ત્યારે પ્રિયાબેન મિસકોલીયા મિત્ર શાબિર સાથે વાતચીત કરતા હોય બન્ને વચ્ચેની મિત્રતા ગાઢ બની હતી. બાદમાં એક દિવસ પ્રિયાબેનના પતિને આ વાતચીતના દૌરની વાત માલુમ થતા પ્રિયાબેને સમગ્ર હકીકત જણાવી દેતા પ્રિયાબેન અને તેમના પતિએ મિસકોલીયા શાબીરને રૂબરૂ મળી હવેથી ફોન નહીં કરવા જણાવ્યું હતું. જો કે આરોપી શાબીરે ફોનમાં વાતચીત બંધ કરવાને બદલે ધરાર સંબંધ ચાલુ રાખવા દબાણ કરી અન્યથા પ્રિયાબેનના પતિને જાનથી મારી નાખવા ધમકી આપતા મામલો મોરબી તાલુકા પોલીસ મથકે પહોંચ્યો હતો જ્યાં પોલીસે આરોપી શાબીર વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text