ઈકોમા પેસેન્જર બેસાડવા મામલે યુવાનને ચાર શખ્સોએ માર માર્યો 

- text


મારા પેસેન્જર કેમ તોડે છે કહી વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે વાંકાનેરના ઇકો ચાલક ઉપર હુમલો 

વાંકાનેર : ઇકો ગાડીમાં પેસેન્જર ભરવા બાબતે વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે વાંકાનેરના ઇકો ચાલક ઉપર ચાર શખ્સોએ હુમલો કરી માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.19ના રોજ સાંજના સમયે લજાઈ ચોકડીથી મુસાફરો બેસાડી વાંકાનેર તરફ આવી રહેલા પાર્થ કમલેશભાઇ ગોહેલ ઉ.20, રહે. ગઢની રાંગ, હનુમાન શેરી વાંકાનેર નામના યુવાનની ઇકો ગાડીનો પીછો કરી રાતીદેવડી ગામે રહેતા આરોપી રતા ગમારાએ ગાડી દબાવી હતી અને બાદમાં પાર્થ ગોહેલ રાતીદેવડી પહોંચતા જ રાતીદેવડી ગામે રહેતા આરોપી 1.પાચો મુધવા, 2. હીતેષ લામકા, 3.ભુપત ફાગલીયા અને 4. રતો ગમારા લોખંડનો પાઇપ અને લાકડી લઈને ધસી આવ્યા હતા. બાદમાં આ ચારેય આરોપીઓએ પાર્થ સાથે ઝઘડો કરી કહ્યું હતું કે, તું કેમ રતા ગમારાના પેસેન્જર તોડે છે ? કહી પાઇપ ધોકા વડે હુમલો કરી પાર્થને ઇજા પહોંચાડતા પાર્થને પ્રથમ વાંકાનેર બાદ મોરબી સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવમાં ગઈકાલે વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે

- text