હળવદના સાપકડા ગામે ફાયરિંગ: એક ઈજાગ્રસ્ત

- text


જમીનના પ્રશ્ને કુટુંબિક ભાઈઓએ જ ફાયરિંગ કર્યું હોવાની પ્રાથમિક માહિતી : બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી : ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા 

હળવદ : હળવદ તાલુકાના સાપકડા ગામે આજે મોડી સાંજે કૌટુંબિક ભાઈઓએ જ જમીનના પ્રશ્નનને લઈ કુટુંબિક ભાઈ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. જેથી ઇજાગ્રસ્ત થયેલ 60 વર્ષના વૃદ્ધને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા.ત્યાંથી વધુ સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

બનાવી જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા પ્રભુભાઈ મગનભાઈ ચાવડા ઉંમર વર્ષ ૬૦ના ઓ દ્વારા થોડા દિવસ પહેલા તેઓના જ કુટુંબિક ભાઈઓ વિરુદ્ધ તેઓની જમીન પચાવી પાડી હોવાથી લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આજે પ્રભુભાઈ નવા સાપકડાથી જુના સાપકડા આવી રહ્યા હતા. ત્યારે તેમના જ કુટુંબના ત્રણ શખ્સો દ્વારા બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાનું સામે આવ્યું છે.

- text

આ ફાયરિંગના બનાવમાં એક રાઉન્ડ પ્રભુભાઈના ડાબા પગે આવતા તેઓને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે પેટના ભાગે પણ ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. બનાવને પગલે એલસીબી પીઆઇ ડી.એમ ઢોલ, તેજસભાઈ વીડજા સહિતના પોલીસ જવાનો હળવદ સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા છે.

- text