યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત સંકલ્પ નવરાત્રિમાં સાંસદ, ધારાસભ્યોએ હાજરી આપી

- text


યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેન રબારીએ શહીદ ભગતસિંહની તસ્વીર આપીને મહાનુભવોનું સન્માન કર્યું

ખેલૈયાઓને લિટલ પ્રિન્સ, લિટ્સ પ્રિસેન્સ, યંગ પ્રિન્સ યંગ પ્રિસેન્સના ખિતાબો સાથે પુરુસ્કાર અપાયા

મોરબી : મોરબીમાં સમાજ ઉપયોગી થવા માટે સતત ક્રિએટિવ પ્રવૃતિઓમાં સક્રિય રહેતા જાણીતા યંગ ઇન્ડીયા ગ્રુપ દ્વારા તમામ સમાજના લોકો એક સાથે પારિવારિક માહોલમાં નવરાત્રી ઉજવી શકે તે માટે છેલ્લા 14 વર્ષ યોજાતા સંકલ્પ નવરાત્રી મહોત્સવનો નવી જગ્યાએ એટલે કે ઘુનડા રોડ પર આવેલ વૈદેહી પાર્ટી પ્લોટમાં પ્રારંભ થયા બાદ મોટી સંખ્યામાં ખેલૈયાઓ મન મૂકીને રાસ ગરબે ઝૂમી રહ્યા છે. ગઈકાલે ચોથા નોરતે સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં રાજકીય, સામાજિક અને સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત આ અર્વાચીન રાસોસ્તવમાં ખાસ કરીને તમામ સમાજની બહેનો મુક્તપણે એકદમ સુરક્ષિત અને પારિવારિક વાતાવરણમાં રાસ ધૂમવાનો આનંદ માણી શકે તે માટે તમામ વયની અને તમામ જ્ઞાતિની મહિલાઓને સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં રજિસ્ટ્રેશન વગર વિનામૂલ્યે એન્ટ્રી આપવામાં આવી છે. તા.15 ઓકટોબરથી સંકલ્પ નવરાત્રી મહોત્સવનૉ ઘુનડા રોડ પર આવેલ વૈદેહી પાર્ટી પ્લોટમાં શુભારંભ થતા જ ખેલૈયાઓ રામ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. તેમજ ખ્યાતનામ કલાકારોના કર્ણપ્રિય મધુર સવારે ગવાતા રાસ ગરબાથી વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું છે.

સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં તમામ જ્ઞાતિની બહેનો માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી હોવાથી સલામત માહોલમાં ગઈકાલે પાંચમા નોરતે મોટી સંખ્યામાં નાની મોટી બહેનો ઉમટી હતી. આધુનિક સાઉન્ડ સિસ્ટમ અને મુંબઈ, બરોડા અને સૌરાષ્ટ્રના ખ્યાતનામ કલાકારો દ્વારા પ્રાચીન અને અર્વાચીન ગરબાની રમઝટ બોલાવતા મોટી સંખ્યામાં ખેલૈયાઓ રાસ ગરબે ઝૂમી ઉઠ્યા હતા. ગઈકાલે સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યો કાંતિભાઈ અમૃતિયા, પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા, ભાજપ અગ્રણી રિશીપભાઈ કૈલા, ભાવેશભાઈ કંઝારિયા તેમજ જુદા જુદા હિન્દૂ સંગઠનોના અગ્રણીઓ કમલ દવે, મહેન્દ્રભાઈ સવસણી, રમેશભાઈ પંડ્યા, નિલેશ પટેલ, આરતીબેન જાકાસણીયા ઉપસ્થિત રહીને યંગ ઇન્ડિયા ગ્રુપના લોકહિતના કાર્યોને બિરદાવ્યા હતા. આ તમામ મહાનુભાવોનું યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી દ્વારા શહીદ ભગતસિંહની તસ્વીર આપી સન્માન કરવામાં આવ્યું હતું. ગઈકાલે ચોથા નોરતે વિજતા થયેલા મહેતા જેનિશને લિટલ પ્રિન્સ, રાવલ કાવ્યાને લિટલ પ્રિસેન્સ, પાટડીયા પાર્થને યંગ પ્રિન્સ, મહેતા અર્ચીતાને યંગ પ્રિસેન્સ જાહેર કરીને પુરસ્કાર અપાયા હતા.

- text

- text