ચરાડવાની નર્સિંગ કોલેજના વિદ્યાર્થીની એઈમ્સ હોસ્પિટલમાં પસંદગી 

- text


દિલ્હી ખાતે લેવાયેલી પરીક્ષામાં ગુજરાતમાં માત્ર બે જ વિદ્યાર્થીઓ થયા પાસ 

હળવદ : હળવદના ચરાડવા ખાતે આવેલી એન. એલ આમોદરા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીએ તાજેતરમાં દિલ્હી ખાતે લેવાયેલી એઈમ્સની પરીક્ષામાં મેદાન માર્યુ છે. સમગ્ર ગુજરાત માં બે જ વિદ્યાર્થી પાસ થયા હતા જેમાં આ કોલેજના વિદ્યાર્થીનો પણ સમાવેશ થાય છે.

કઠોર પરિશ્રમ અને સતત અભ્યાસ એ સફળતાની ચાવી ગણાય છે. સમગ્ર ભારતમાં જેનું રીઝલ્ટ માત્ર 2 થી 3% જ આવતું હોય છે તેવી એઈમ્સની યોજાયેલી પરીક્ષા બે સ્ટેજમાં લેવામાં આવે છે. નર્સિંગ જગત માં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જોબ કે મેળવવી બધાનું સપનું હોય છે એમાંની ઍક આં એઈમ્સ નર્સિંગની જોબ હોય છે.

- text

આ પરીક્ષામાં ચરાડવા એન. એલ આમોદરા નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા કુબાવત સાવનભાઈ ભીખુભાઈ એ તાજેતરમાં એઈમ્સની પરીક્ષા આપી હતી. બે સ્ટેજમાં લેવાયેલી આ પરીક્ષાના પ્રથમ સ્ટેજની પરીક્ષા 17 સપ્ટેમ્બરના રોજ લેવાઈ હતી. જેમાં સાવનભાઈ કુબાવત ને 99.89 પી.આર જ્યારે બીજા સ્ટેજની પરીક્ષા 07 ઓક્ટોબરના રોજ લેવાઈ હતી. જેમાં 62.00% પી.આર મળતા આ વિદ્યાર્થીનું હવે એઈમ્સ હોસ્પિટલમાં સિલેક્શન થયું છે

આ તકે નર્સિંગ ઇન્સ્ટિટયૂટના સંચાલક એલ. એન. શાસ્ત્રી દ્વારા તથા નર્સિંગના પ્રિન્સિપાલ તથા તમામ શિક્ષકો એ અભિનંદન પાઠવ્યા હતા.

- text