હળવદના સુખપર નજીક સીએનજી રીક્ષા પલટી જતા પાંચ ઇજાગ્રસ્ત

- text


મજૂરીકામ કરી સીએનજી રીક્ષામાં પરત ઘરે જઈ રહ્યા હતા ત્યારે સર્જાયો અકસ્માત

હળવદ : આજે બપોરના સમયે હળવદ હાઇવે ઉપર આવેલ સુખપર ગામ નજીક સીએનજી રીક્ષા પલટી મારી જતા બે પુરુષ અને ત્રણ મહિલા સહિત પાંચને ગંભીર ઇજાઓ પહોંચી હતી.જેથી પાંચેય ઇજાગ્રસ્તોને પ્રથમ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે હળવદની શ્રીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જો કે એક મહિલાની તબિયત વધુ ગંભીર હોય જેથી તેઓને વધુ સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ આજે બપોરના સમયે હળવદ તાલુકાના સુખપર અને દેવીપુર વચ્ચે હાઈવે પર મજૂરી કામ કરી પરત સીએનજી રીક્ષામાં સુખપર આવી રહેલ મજૂરોને અકસ્માત નડ્યો હતો. સીએનજી રીક્ષા પલટી મારી જતા રિક્ષામાં સવાર સવિતાબેન જશુભાઈ ઉંમર વર્ષ-80.રહે સુખપર, યુવરાજભાઈ ધારાભાઈ ઉંમર વર્ષ-16 રહે દેવીપુર, પ્રવીણભાઈ કમાભાઈ ઉંમર વર્ષ-30 રહે સુખપર, હકુબેન ઠાકરશીભાઈ ઉંમર વર્ષ-50 રહે દેવીપુર અને રમીલાબેન દેવજીભાઈ ઉંમર વર્ષ-35 રહે દેવીપુર સહિત પાંચેય વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી.

- text

જેથી તેઓને સારવાર માટે પ્રથમ હળવદ સરકારી હોસ્પિટલે અને ત્યારબાદ વધુ સારવાર માટે શહેરની શ્રીજી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા‌.જોકે સવિતાબેનને વધુ ઈજા પહોંચી હતી જેથી વધુ સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

- text