હળવદના રણજીતગઢ ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા, ત્રણ ફરાર

- text


હળવદ : હળવદ તાલુકાના રણજીતગઢ ગામે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી લીધા હતા. જ્યારે ત્રણ આરોપીઓ નાસી જવામાં સફળ રહ્યા હતા.

હળવદ પોલીસ સ્ટાફને મળેલ ખાનગી બાતમીના આધારે હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સીમ તલાવડી વિસ્તારમાં આવેલ લલિતભાઇ નારાયણભાઇ મોરીચૌહાણની વાડીએ આવેલ ટીસી પાસે લાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા ઇસમો પર રેઇડ કરતા પાય ઇસમો પ્રહલાદભાઇ સુંદરભાઇ ચૌહાણ, મહેશભાઇ શામજીભાઇ તારબૂંદીયા, જગદીશભાઇ અવચરભાઇ કોડીયા, ચંદ્રકાંતભાઇ દેવજીભાઇ અધારા, ઈશ્વરભાઇ પરસોત્તમભાઇ હડીયલને બાઇક, મોબાઈલ સહિતના મુદામાલ મળી કુલ રૂ. ૨,૧૭,૩૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે આરોપીઓ લલીતભાઇ નારાયણભાઇ મોરીચૌહાણ, રસીકભાઇ થોભણભાઇ સોનગ્રા, લાલજીભાઇ ઠાકરશીભાઇ ડાભી નાસી જતા પોલીસે આ ત્રણેયને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text

- text