વાંકાનેરની સમથેરવા શાળાના ત્રણ શિક્ષકોનો વિદાય સમારોહ યોજાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના જામસર સીઆરસીની સમથેરવા પ્રાથમિક શાળામાં આશિફભાઈ બાંભણિયા, સિદ્ધિબેન ભોજાણી અને દક્ષાબેન વણકરનો સન્માનીય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.

આ વિદાય સમારોહમાં જામસર સીઆરસી કો-ઓર્ડિનેટર નરેન્દ્રસિંહ એસ. ચૌહાણ, જામસર તાલુકા શાળાના આચાર્ય વિનોદભાઈ સોલંકી, કાયમી દાતા મહાવીરસિંહ ઝાલા અને જામસર તાલુકા શાળાના પેટા શાળાના આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહેમાન દ્વારા શિક્ષકોને ગિફ્ટ આપી સન્માન આપી વિદાય આપવામાં આવી હતી. સમગ્ર આયોજન શાળાના આચાર્ય હેતલબેન બોસમિયા અને શાળાના શિક્ષકો દ્વારા જહેમત ઉઠાવી કાર્યકમને સફળ બનાવ્યો હતો.

- text

- text