મોરબી બાયપાસ ઉપર અજાણ્યા ટ્રક હડફેટે દંપતી ખંડિત 

- text


પતિની નજર સામે પત્નીનું મૃત્યુ : ટ્રક ચાલક નાસી ગયો 

મોરબી : મોરબી – કંડલા બાયપાસ ઉપર શેર-એ પંજાબ હોટલ સામે બાઈક લઈને જતા દંપતીને ટ્રક ચાલકે હડફેટે લેતા પતિની નજર સામે પત્નીનું મૃત્યુ નીપજ્યું હતું, આ અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી ગયો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી – કંડલા બાયપાસ ઉપર શેર-એ પંજાબ હોટલ સામે ગત તા.9ના રોજ રાત્રીના સમયે બાઈક લઈને જઈ રહેલા પ્રદિપભાઇ હીરાચંદભાઇ વૈધ તેમજ તેમના પત્ની પારુલબેન રહે.મોરબી નાની વાવડી રોડ, સુમતીનાથનગર સોસાયટી, કબીર ધામ આશ્રમની સામે વાળાને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જતાં પારુલબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી ગયો હતો. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પારુલબેનના પતિ પ્રદિપભાઇ હીરાચંદભાઇ વૈધની ફરિયાદને આધારે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text