હળવદ : સરા ચોકડી પાસેથી બે માટી ભરેલા ડમ્પર ઝડપાયા

- text


61 ટન માટી સાથે બંને ડમ્પર ચાલકોને ખનીજનો મેમો અપાયો

હળવદ : શહેરમાં આવેલ સરા ચોકડી નજીકથી આજે વહેલી સવારે હળવદ પોલીસ દ્વારા ગેરકાયદેસર માટી ભરી મોરબી તરફ જતા બે ડમ્પર અને તેના ચાલકને ઝડપી લીધા હતા.આ બંને ડમ્પરને હળદ પોલીસ મથકે લઈ આવી ખાણ ખનીજનો મેમો આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરની સરા ચોકડી પાસે સુરેન્દ્રનગર જિલ્લામાંથી ગેરકાયદેસર રીતના માટી ભરી પસાર થઈ રહેલ ડમ્પર જીજે ૧૩-એબલ્યુ-૯૦૫૧ અને જીજે-૧૩-એએક્સ-૪૬૭૦ને હળવદ પોલીસના પી.એસ.આઇ એમ.પી સોનારા દ્વારા અટકાવી પાસ પર મિનિટ માંગતા આ માટી ગેરકાયદેસર રીતના ભરી હોવાનું સામે આવ્યું હતું.

જેથી પોલીસ દ્વારા ડમ્પર ચાલક રણછોડભાઈ અને મંગળુભાઈને હળવદ પોલીસ મથકે લઈ આવી બંને ડમ્પરમાં રહેલ કુલ 61 ટન માટી તેમજ ડમ્પરને સીઝ કરી ખાણ ખનીજને જાણ કરી ખનીજનો મેમો ફટકારમા આવ્યો હતો.

- text

- text