હળવદમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા કોમ્બીંગ-સર્ચ ઓપરેશન

- text


પોલીસે સઘન કોમ્બિગ કરીને અલગ અલગ કેસ કર્યા

હળવદ : હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર સુલેહ શાંતિ અર્થે મોરબી જિલ્લા પોલીસ દ્વારા કોમ્બીંગ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે સઘન કોમ્બિગ કરીને અલગ અલગ કેસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તેમજ જાહેર સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે એસપી રાહુલ ત્રિપાઠીની સૂચનાનાને પગલે હળવદ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.એમ.ઢોલ તથા મોરબી એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ તેમજ હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના ૫૦ માણસો દ્વારા હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી વધુ સુદ્દઢ બનાવવા, ટ્રાફીક સમસ્યા ઉકેલવા તથા ગેર કાયદે પ્રવૃત્તિ સદંતર નાબુદ થાય તે હેતુથી હળવદ ટાઉન વિસ્તાર, ભવાનીનગર લાબીદેરી, ત્રણ માળીયા વિસ્તારમાં કોમ્બીંગની કામગીરી હાથ ધરી હતી. પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી કોમ્બીંગ -ફૂટ પેટ્રોલીંગ કરી હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા તથા જાહેર સુલેહ શાંતિ જળવાઇ રહે તેવા પ્રયત્નો હાથ ધર્યા હતા.તેમજ મોરબી જિલ્લા પોલીસ દ્વારા આગામી દિવસોમાં આ પ્રકારની બીજી વધુ મહત્વની કાર્યવાહી કરી મોરબી જીલ્લા ખાતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી વધુ સુદ્દઢ બનાવવા, ગેરકાયદેની પ્રવૃતિ સંદતર નાબૂદ કરવા તથા ટ્રાફીક સમસ્યાનું નિરાકરણ કરવા પ્રયત્નો કરવામાં આવશે. આ સમગ્ર કોમ્બીંગ દરમ્યાન પોલીસ દ્વારા હળવદમાં પ્રોહીના કેસ -૪, પ્રોહી પ્રવૃતિ સાથે સંકડાયેલ ઇસમો ચેક-૧૧ શકાસ્પદ વ્યકિત ચેક કરેલ -૧૨૫, શકાસ્પદ વ્યકિત અંગે ભરેલ બી રોલ-૧૭, વાહન ચેકીંગ -૨૩, એમ.સી.આર. કુલ-૬ બહુમાળી બિલ્ડીંગ ચેક-૪૦, MVA-૨૦૭ મુજબ એક વાહન ડીટેઇન કરવામાં આવ્યા હતા.

- text

- text