મોરબીના વાડી વિસ્તારોની પ્રાથમિક સુવિધાના અભાવે ઘોર દુર્દશા

- text


નવરાત્રી પહેલા વાડી વિસ્તારમાં પ્રાથમિક સુવિધા આપવાની માંગ સાથે ચીફ ઓફિસરને રજુઆત

મોરબી : મોરબીના છેવાડા વાડી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે ઘોર દુર્દશા થઈ ગઈ છે. વર્ષોથી રોડ, લાઈટ, ગટર સહિતની સુવિધાઓ આપવામાં તંત્રએ જરાય દરકાર કરી નથી. આથી સ્થાનિકોને ભારે હાલાકી પડે છે. તેથી નવરાત્રી પહેલા વાડી વિસ્તારમાં પ્રાથમિક સુવિધા આપવાની માંગ સાથે ચીફ ઓફિસરને રજુઆત કરી છે.

- text

મોરબીના સભારા વાડી વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ ગણેશભાઈ ડાભીએ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે, આ વાડી વિસ્તારમાં 1 હજાર લોકો રહે છે. પણ પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ છે. આ વિસ્તારમાં 50થી 60 જેટલી સ્ટ્રીટ લાઈટો બંધ છે. આ ઉપરાંત વરસાદને કારણે રસ્તાઓ ધોવાઈ ગયા છે. રસ્તામાં એટલી હદે ગાબડા પડી ગયા છે કે આ રસ્તા ચાલવા યોગ્ય રહ્યા નથી. આથી આ વિસ્તારના લોકો આગામી નવરાત્રી અને દિવાળીનો તહેવાર સુખરૂપ મનાવી શકે એ માટે બંધ સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવા અને રોડ રસ્તાનું યોગ્ય રીપેરીંગ કરવાની માંગ કરી છે.

- text