માળિયાના જાજાસર ગામની પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ

- text


માળિયા : તાલુકાના જાજાસર ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ અત્યારથી જ ચૂંટણી, મતદાન, નેતૃત્વ, બંધારણીય અધિકારો અને રાષ્ટ્રીય ફરજો વિશે જાગૃત થાય તેવા ઉમદા હેતુથી બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

બાળ સંસદની ચૂંટણી અંગે શાળા દ્વારા પ્રથમ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જે મુજબ ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓમાંથી 12 વિદ્યાર્થીઓએ ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી. ફોર્મ ભરવા, ઉમેદવારી પરત ખેંચવી, ચૂંટણી પ્રચાર કરવો, આચાર સંહિતાનો અમલ કરવો, મોકપોલ વગેરે તમામ પ્રક્રિયામાંથી વિદ્યાર્થીઓ પસાર થાય તે મુજબનું આયોજન કરવામાં આવ્યું હતું અને મતદાન માટે ઇવીએમ મશીન એપનો ઉપયોગ કરીને ચૂંટણીને આધુનિક ઓપ પણ અપાયો હતો. શાળાના 120 વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું. ચૂંટણી પ્રક્રિયાના સરળ સંચાલન માટે ચૂંટણી સ્ટાફ તરીકે પણ વિદ્યાર્થીઓએ જ પ્રિસાઇડિંગ ઓફિસર તેમજ પોલિંગ ઓફિસરની ભૂમિકા ભજવી હતી અને ત્યાર બાદ શાળાના આચાર્ય હરદેવભાઈ કાનગડ દ્વારા મત ગણતરી કરતા વિદ્યાર્થિની ખુશીબેનને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ચૂંટણીની સમગ્ર કામગીરીના આયોજનમાં શાળાના શિક્ષક દિનેશભાઈ કાનગડ, રાજેશભાઈ રાઠોડ અને જૈમીનીબેન સોલંકીએ જહેમત ઉઠાવી હતી.

- text

- text