મોરબીમાં સર્વ પિતૃ મોક્ષાર્થે 11 પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

- text


બજાર લાઈનમાં આવેલા દરિયાલાલ મંદિરેથી વિશાળ પોથીયાત્રા નીકળી 

મોરબી : મોરબીના જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા તા. 8 થી 14 દરમિયાન સર્વ પિતૃ મોક્ષાર્થે 11 પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું જલારામ પ્રાર્થના મંદિર-અયોધ્યાપુરી રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.જેમા વ્યાસાસને સંત પ.પૂ. રત્નેશ્વરી બેન (ગુરૂ ભાવેશ્વરી માતાજી-રામધન આશ્રમ) પોતાના મુખારવિંદેથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નુ રસપાન કરાવી રહ્યા છે.

આ શ્રીમદ્ ભાગવત સપ્તાહની વિશાળ પોથીયાત્રા ગત તા.8ને રવિવારના દરિયાલાલ મંદીર-બજાર લાઈનથી નીકળી હતી.જેમા બહોળી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. પોથીયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી જલારામ પ્રાર્થના મંદિર ખાતે પોથીજીની પધારમણીની સાથે શ્રીમદ્ ભાગવત સપ્તાહ નો મંગલ પ્રારંભ થયો હતો.શ્રીમદ્ ભાગવત સપ્તાહ દરમિયાન આવતા વિવિધ ધાર્મિક પ્રસંગો તેમજ ઉત્સવો જેવા કે પરિક્ષીત રાજાનો જન્મ, શુકદેવજી મહારાજનું આગમન, વરાહ અવતાર, કપિલ અવતાર, નૃસિંહ અવતાર, વામન અવતાર, શ્રી રામ જન્મોત્સવ, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, ગીરીરાજ ઉત્સવ, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર, પરિક્ષીત રાજા નો મોક્ષ સહીત ના પ્રસંગો ભક્તિભાવપૂર્વક ધામ-ધૂમ થી ઉજવવા મા આવશે. શ્રીમદ્ ભાગવત સપ્તાહ નુ રસપાન દરરોજ બપોરે 3 થી 7 કલાક દરમિયાન યોજાશે.તેમજ દરરોજ કથા વિરામ થયા બાદ દરેક શ્રોતાઓ તેમજ ભાવિક ભક્તજનો માટે મહાપ્રસાદ સાંજે 7 કલાકે યોજાશે.આ કથાના પ્રથમ દિવસે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, પી.એસ.આઈ.ઠક્કર, લોહાણા મહાજન-મોરબી, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના-મોરબી, રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબી, રઘુવંશી ક્રાંતિ મંચ, રઘુવંશી યુવક મંડળ-મોરબી, રામધામ-જાલીડા, સમસ્ત પોપટ પરિવાર, રઘુવંશી મહિલા મંડળ, રઘુવંશી યુવક મંડળ-ટંકારા, દરિયાલાલ મંદીર જીર્ણોધ્ધાર સમિતી, લોહાણા વિદ્યોતેજક ફંડ, જલારામ સેવા મંડળ, જલારામ મંદિર મહિલા મંડળ સહીત ની સંસ્થાના અગ્રણીઓ બહોળી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા. આ અંગેની વધુ માહિતી માટે જલારામ મંદિર-મોરબીના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી- મો. ૯૮૨૫૦૮૨૪૬૮ તથા શ્રી અનિલભાઈ સોમૈયા- મો.૮૫૧૧૦૬૦૦૬૬ નો સંપર્ક કરવા જલારામ મંદિર મહીલા મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે.

- text

- text