મોરબી મચ્છુ કાંઠા વ્યાસ જ્ઞાતિ સમાજનો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો 

- text


મોરબી : તાજેતરમાં મોરબી મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ સમાજનો વિદ્યાર્થી સન્માન યોજાયો હતો.

મોરબીના અંબિકા રોડ ખાતે આવેલ મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના મકાને તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. સમસ્ત વ્યાસ જ્ઞાતિના ધોરણ 8થી ઉચ્ચ એજ્યુકેશન સુધીના 35 તેજસ્વી તારલાઓનુ સન્માન કરવામાં આવ્યુ હતું તેમજ જ્ઞાતિના દાતાઓ દ્વારા વિદ્યાર્થીઓને મોમેન્ટો તેમજ વિવિધ ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ કારોબારી દ્વારા ગવર્મેન્ટના નિવૃત કર્મચારીઓના સન્માન સાથે જ્ઞાતિ અગ્રણીઓ, ભવાઇ મંડળના નાયકો તેમજ વિવિધ કમીટીના હોદેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. તેમ મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના પ્રમુખ મુકેશભાઈ કુકરવાડીયા દ્વારા જાણવા મળ્યું છે.

- text

- text